VIDEO: અભિનેતા મનોજ જોશીના મહાકાલ દર્શન
સોર્સ : gstv
પ્રખ્યાત બોલિવૂડ અને ટીવી અભિનેતા મનોજ જોશીએ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત પ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. તેઓ તડકે વહેલી સવારે યોજાતી વિશ્વપ્રસિદ્ધ 'ભસ્મ આરતી'માં શ્રદ્ધાપૂર્વક સામેલ થયા હતા મહાકાલ મંદિરમાં પૂજા-અર્ચના કર્યા બાદ તેમણે ભગવાન શિવ સમક્ષ માથું ટેકવ્યું હતું અને દેશવાસીઓના સુખ, સમૃદ્ધિ તેમજ મંગળ માટે પ્રાર્થના કરી હતી. મંદિરના પૂજારીઓ દ્વારા તેમનું પરંપરાગત રીતે સન્માન કરવામાં આવ્યું હતું. ઉજ્જૈનની આ ધાર્મિક યાત્રા દરમિયાન મનોજ જોશીએ મહાકાલેશ્વર મંદિરની દિવ્ય ઊર્જા અને ભસ્મ આરતીના પવિત્ર અનુભવને અત્યંત અદ્ભુત તેમજ અવિસ્મરણીય ગણાવ્યો હતો.

