VIDEO: પંજાબના ફિરોઝપુર-ફાઝિલ્કા નેશનલ હાઈવે પર અકસ્માત અને ઘટનાસ્થળે ૯ લોકોના મોત
પંજાબના ફિરોઝપુર-ફાઝિલ્કા નેશનલ હાઈવે પર એક અત્યંત હૃદય કંપાવનારો અકસ

પંજાબના ફિરોઝપુર-ફાઝિલ્કા નેશનલ હાઈવે પર એક અત્યંત હૃદય કંપાવનારો અકસ્માત સર્જાયો છે, જેમાં એક બેકાબૂ ટ્રક અને બોલેરો જીપ વચ્ચે સામસામે પ્રચંડ ટક્કર થઈ હતી. આ ભીષણ અકસ્માત એટલો ભયાનક હતો કે જીપનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને ઘટનાસ્થળે જ ૯ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં અન્ય કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થતાં જનજીવન સ્તબ્ધ થઈ ગયું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી ગયો હતો અને તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.



