VIDEO: દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના ચૂંટણીમાં ABVP નો દબદબો: પ્રમુખ સહિત ૩ પદ જીત્યા, ઉપપ્રમુખ પદે અપક્ષ વરેલા
સોર્સ : gstv
દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે, જેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદએ પ્રમુખ સહિત ત્રણ બેઠકો પર ભવ્ય જીત હાસિલ કરી છે. જ્યારે ઉપપ્રમુખ પદ પર અપક્ષ ઉમેદવાર દીપાંશુ શૌકીને વિજય મેળવ્યો છે. ચૂંટણીમાં પ્રમુખ પદે ABVP ના યશ ડબાસ, સચિવ પદે રિયા છાબડી અને સહ-સચિવ પદે લક્ષ્ય રાજ સિંહે જીત મેળવી છે.. આ ભવ્ય જીત બાદ ABVP ના કાર્યકરો અને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેમ્પસમાં ઢોલ-નગારા સાથે આતશબાજી કરી જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે અને જોરદાર સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે.

