VIDEO: પંજાબના ફિરોઝપુરમાં AAP નેતા ગુરપ્રીત સિંહની ગોળી મારીને હત્યા, સાથી ગંભીર
સોર્સ : gstv
પંજાબના ફિરોઝપુર જિલ્લામાં આમ આદમી પાર્ટીના નેતા અને મામદોટના કાઉન્સિલર ગુરપ્રીત સિંહની જાહેર બજારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ગોળીબારની ઘટનામાં તેમની સાથે રહેલા અન્ય એક સાથીદાર પણ ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને તુરંત સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ધોળા દિવસે બજાર વચ્ચે થયેલા આ હુમલાથી સમગ્ર વિસ્તારમાં ભારે સસનાટી અને ભયનો માહોલ ફેલાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો છે અને સમગ્ર વિસ્તારને સીલ કરીને હુમલાખોરોને ઝડપી પાડવા કાયદેસરની તપાસ હાથ ધરી છે.

