VIDEO: આસામમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં કુલ 66 લોકોના મોત, પ્રદેશના સીએમ હિમંતા સરમાએ કરી જાહેરાત
સોર્સ : gstv
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ રાજ્યમાં પૂરની સ્થિતિ અંગે અપડેટ આપતાં જણાવ્યું કે મૃત્યુઆંક વધીને ૬૬ પર પહોંચી ગયો છે. આમાં ગુવાહાટી શહેરનો એક મૃત્યુ પણ સામેલ છે. મુખ્યમંત્રીએ રાજ્ય ભાજપ દ્વારા સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં વિશાળ રાહત અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી. તેમણે ૨ લાખ મહિલાઓને મેખલા-ચાદર અને ૨ લાખ બાળકોને કપડાં વિતરણ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે, જે માટે ૧૨ કરોડ રૂપિયાની જરૂર છે.ભાજપ કાર્યકર્તાઓને અપીલ કરતાં સીએમે કહ્યું કે ૨૦૦૦ રૂપિયાથી ઓછું દાન સ્થાનિક ધારાસભ્યોને અને વધુ રકમ પાર્ટી એકાઉન્ટમાં જમા કરાવવા વિનંતી કરી છે

