મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

ઝારખંડના કોકર સ્થિત સમાધિ સ્થળ ખાતે આજે ભગવાન બિરસા મુંડાની

ઝારખંડના કોકર સ્થિત સમાધિ સ્થળ ખાતે આજે ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઝારખંડના રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવાર અને મુખ્યમંત્રી હેમંત સોરેને ધરતી આબા ભગવાન બિરસા મુંડાની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી તેમના બલિદાનને યાદ કર્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવારે જણાવ્યું હતું કે બિરસા મુંડાનું જીવન માત્ર આદિવાસી સમાજ માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે પ્રેરણાનું સ્ત્રોત છે. તેમણે આદિવાસીઓના હક અને જંગલ-જમીન માટે આપેલા સંઘર્ષને નમન કર્યા હતા. મુખ્યમંત્રી હેમંત સોરેને પોતાના સંબોધનમાં કહ્યું કે સરકાર તેમના આદર્શો પર ચાલીને રાજ્યના અંત્યોદય વિકાસ માટે પ્રતિબદ્ધ છે. આજના દિવસે રાંચીમાં અનેક જગ્યાએ શ્રદ્ધાંજલિ સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો હતો.

આ સમાચાર શેર કરો