VIDEO: હરિદ્વારના પ્રસિદ્ધ મનસા દેવી મંદિરમાં પૂજારીઓ માટે નવો ડ્રેસ કોડ લાગુ કરાયો
સોર્સ : gstv
ઉત્તરાખંડના હરિદ્વારમાં આવેલ અતિ પ્રખ્યાત મનસા દેવી મંદિર પ્રશાસન દ્વારા હવે પૂજારીઓ માટે એક વિશેષ ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. આ નવા નિયમ અંતર્ગત હવે મંદિરના તમામ મુખ્ય પૂજારીઓએ ફરજિયાતપણે નિર્ધારિત પરંપરાગત પોશાકમાં જ દૈનિક પૂજા-અર્ચના કરવાની રહેશે. મંદિર પરિસરની દાન ચોરી, ચઢાવા ચોરી જેવો બનાવ ન બને અને મંદિરની પવિત્રતા, શિષ્ટાચાર અને સનાતન સંસ્કૃતિની પરંપરાઓ યોગ્ય રીતે જળવાઈ રહે તે મુખ્ય હેતુથી આ નવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે.

