VIDEO: ઇમ્ફાલમાં નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત મેગા કેમ્પેઈન
સોર્સ : gstv
મણિપુરના મુખ્યમંત્રી યુમનામ ખેમચંદ સિંહે તાજેતરમાં ઇમ્ફાલ ખાતે નશા મુક્ત ભારત અભિયાન હેઠળ આયોજિત વ્યસનમુક્તિ શપથ ગ્રહણના વિશાળ મેગા કેમ્પેઈનના ઉદ્ઘાટન સમારોહમાં વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાધનને ડ્રગ્સ અને નશીલા પદાર્થોના કુદુર્બથી બચાવવા તેમજ સમાજમાં જાગૃતિ ફેલાવવાનો હતો . આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને યુવાનો દ્વારા રાજ્યને સંપૂર્ણપણે નશા મુક્ત બનાવવાનો દ્રઢ સંકલ્પ લેવાયો હતો. સરકારી તંત્ર અને નાગરિકોના સહયોગથી વ્યસન વિરુદ્ધના આ જનઆંદોલનને વેગ આપવા ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

