Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : A massive fire broke out in a plastic pipe factory in Nashik

VIDEO: નાસિકમાં પ્લાસ્ટિક પાઈપ બનાવતી ફેક્ટરીમાં લાગી વિકરાળ આગ, ધૂમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા

Timeછેલ્લું અપડેટ : 03 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના માલેગાંવ વિસ્તારમાં એક પ્લાસ્ટિક પાઇપ બનાવતા ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. પ્લાસ્ટિકની વસ્તુઓ હોવાને કારણે આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ ગઈ હતી, જેના કારણે આસપાસના વિસ્તારમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

App Store

સદનસીબે, આ અકસ્માતમાં અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ લાખો રૂપિયાની કિંમતનો માલસામાન બળીને ખાખ થઈ ગયો છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક પોલીસ અને પ્રશાસન દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ કરવામાં આવી રહી છે.