Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : A landslide occurred in Kullu, Himachal Pradesh, several cars were buried in the debris,

VIDEO: હિમાચલ પ્રદેશના કુલ્લુમાં આભ ફાટ્યું, અનેક કારો કાટમાળમાં દટાઈ, હાઈવે થયા ઠપ્પ

Timeછેલ્લું અપડેટ : 17 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

હિમાચલ પ્રદેશના વરસાદના કારણે હાલ ચારેબાજુ તબાહી છે. આજે વહેલી સવારે લગભગ 4 વાગ્યે કુલ્લુના ટકોલી શાક માર્કેટ અને ટકોલી ફોરલેન વિસ્તારમાં ભારે વરસાદનાં કારણે તબાહી સર્જાઈ છે. અહીં પણ આભ ફાટ્યાની સ્થિતિ સર્જાઈ હતી જેના બાદ તબાહીના મંજર સામે આવ્યા હતા.  

App Store

જનપદની ઔટ તહસીલના કેટલાક વિસ્તારોમાં અચાનક પૂર જેવી ઘટનાઓ સામે આવી છે. પનારસા, ટકોલી અને નગવાઈમાં ફ્લેશ ફ્લડને કારણે ઘણું નુકસાન થયું છે.

ટકોલી શાક માર્કેટમાં કાદવના કારણે વેપારીઓને ભારે નુકસાન

ટકોલીના મુખ્ય શાક માર્કેટમાં કાદવ અને કાંપ ઘૂસી જવાથી વેપાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. હજારો શાકભાજી અને ફળોના બોક્સ બગડી ગયા છે. વેપારીઓનું કહેવું છે કે તેમને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ખેડૂતોએ પણ જણાવ્યું કે તેઓ ખૂબ મહેનત કરીને ખેતરોમાંથી શાકભાજી માર્કેટ સુધી લાવ્યા હતા, પરંતુ કાદવ અને કાંપના કારણે બધું જ બગડી ગયું.

ટકોલી ફોરલેન પર કાટમાળ: રસ્તો બંધ

ટકોલી વિસ્તારમાં કીરતપુર-મનાલી ફોરલેન પર એક નાળામાંથી અચાનક પાણી અને કાટમાળ રોડ પર આવી ગયો. જોતજોતામાં આખો રસ્તો બંધ થઈ ગયો. મોડી રાતથી સવાર સુધી વાહનોની લાંબી લાઈન લાગી ગઈ હતી. સેંકડો મુસાફરો ફસાયા હતા. પોલીસ અને NHAI (નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા)ની ટીમે આખી રાત જેસીબી લગાવીને કાટમાળ હટાવવાનો પ્રયાસ કર્યો.