VIDEO: હૈદરાબાદમાં સ્કૂલ બહાર ભારે હોબાળો
સોર્સ : gstv
તેલંગાણાના હૈદરાબાદમાં આવેલી સક્સેસ સ્કૂલ બહાર સ્થાનિક લોકો અને વાલીઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. બીજા ધોરણના એક માસૂમ વિદ્યાર્થીને હોમવર્કમાં કથિત રીતે ધાર્મિક બાબતો લખવા માટે આપવામાં આવતા આ વિવાદ છેડાયો છે. આ ઘટનાને પગલે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિસ્થિતિ વધુ વણસે નહીં અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રશાસન દ્વારા શાળાની બહાર ભારે પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. પોલીસના વરિષ્ઠ અધિકારીઓ વાલીઓને શાંત પાડવાનો અને મામલાની યોગ્ય તપાસ કરવાનો ભરોસો આપી રહ્યા છે.

