Video: ચેન્નાઈના વડાપલાની અંદવર મંદિરમાં કંદ ષષ્ઠી પર્વ નિમિત્તે દર્શન માટે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું

ચેન્નાઈના વડાપલાની વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ અરુલમિગુ વડાપલાની અંદવર મંદિરમાં કંદ ષષ્ઠી મહોત્સવ નિમિત્તે ભક્તિમય માહોલ છવાયો છે, જ્યાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા છે. ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસન અને સ્થાનિક પોલીસ દ્વારા સુરક્ષા, બેરિકેડિંગ અને દર્શનની સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કંદ ષષ્ઠીના પવિત્ર અવસરે મંદિર પરિસરમાં વિશેષ અભિષેક, અલંકાર અને ધાર્મિક અનુષ્ઠાનોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાવિકો ભારે શ્રદ્ધા સાથે જોડાયા છે. સમગ્ર મંદિર પરિસર 'વેલ વેલ મુરુગા'ના જયઘોષથી ગુંજી ઉઠ્યું છે અને ભક્તો શાંતિપૂર્વક ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.
જાહેરાત








