Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 61% of India's area at risk! A major earthquake can strike at any time, scientists release seismic map

ભારતના 61% વિસ્તાર પર ખતરો! ગમે ત્યારે આવી શકે છે મોટો ભૂકંપ, વિજ્ઞાનીઓએ સિસ્મિક મેપ કર્યો જાહેર

Timeછેલ્લું અપડેટ : 29 Nov 2025
લાઇવ ટીવીGoogle News
ભારતના 61% વિસ્તાર પર ખતરો! ગમે ત્યારે આવી શકે છે મોટો ભૂકંપ, વિજ્ઞાનીઓએ સિસ્મિક મેપ કર્યો જાહેર
સોર્સ : GSTV

હિમાલયન રેન્જના રાજ્યોમાં ભૂકંપનો સૌથી વધુ ખતરો છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ, સિક્કિમ, અરૂણાચલ અને પૂર્વોત્તરના રાજ્યોમાં ગમે ત્યારે મોટો ભૂકંપ આવે તેવી દહેશત છે. હિમાલયના પેટાળમાં ટેક્ટોનિક પ્લેટમાં હિલચાલ થઈ રહી હોવાથી આ વિસ્તારોને વધારે સંવેદનશીલ ગણવામાં આવ્યા છે. દક્ષિણ ભારતના વિસ્તારોમાં ભૂકંપનો ખતરો દેશના અન્ય ભાગ કરતાં ઓછો છે. ભૂકંપ વૈજ્ઞાનિકોએ નવો સિસ્મિક મેપ જાહેર કર્યો છે.

App Store

હિમાલયન રેન્જમાં સૌથી વધુ જોખમ

ભૂકંપ વૈજ્ઞાનિકોના નવા અહેવાલ પ્રમાણે દેશના 61% વિસ્તારમાં ભૂકંપની શક્યતા છે. અગાઉ આ વિસ્તાર 59% હતો. ભારતની ટેક્ટોનિક પ્લેટ દર વર્ષે ઉત્તર તરફ પાંચ સેન્ટિમીટર ખસતી હોવાથી પેટાળમાં હિલચાલ વધી છે. પરિણામે ભૂકંપનો ખતરો પણ વધ્યો છે. હિમાલયન રેન્જમાં ભૂકંપનું જોખમ સૌથી વધુ છે. દેશના બધા જ ભાગોને નવા સિસ્મિક મેપમાં પાંચ ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. એ પ્રમાણે સમગ્ર હિમાલયન રેન્જને હવે પાંચમાં ઝોનમાં રાખીને ચેતવણી આપવામાં આવી હતી. એ પહેલાં હિમાલયના જુદા જુદા વિસ્તારોને ચાર અને પાંચ એમ બે ઝોનમાં વહેંચવામાં આવ્યા હતા.

હિમાલયન રેન્જ પછી સૌથી વધુ ખતરો છે કચ્છમાં. સમગ્ર કચ્છને પાંચમા ઝોનમાં રાખવામાં આવ્યું છે. ગુજરાતના બાકીના હિસ્સામાં સૌરાષ્ટ્રને ત્રીજા ઝોનમાં રાખ્યું છે, તેનો અર્થ એ કે સૌરાષ્ટ્રમાં ભૂકંપનો ખતરો પ્રમાણમાં ઓછો છે. કચ્છ-સૌરાષ્ટ્ર સિવાયના ગુજરાતના વિસ્તારને ચોથા ઝોનમાં રાખવામાં આવ્યા છે.

દેશની મોટા ભાગની વસ્તી પર જોખમ વધુ

દેશની ત્રણ ચતુર્થાંશ વિસ્તાર સક્રિય ભૂકંપ ક્ષેત્રમાં આવે છે એટલે મોટી વસતિ પર ભૂકંપનું જોખમ સતત મંડરાતું રહેશે. વાડિયા ઈન્સ્ટિટયૂટ ઓફ હિમાલયન જીયોલોજીના વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી હતી કે આ નવા મેપના કારણે દેશમાં અમુક પરિવર્તનો કરવા પડશે. ખાસ તો જૂની ઈમારતોનું ચેકિંગ કરવું જોઈએ. નવી ઈમારતોના બાંધકામમાં પણ માપદંડો બદલવા હિતાવહ છે. નદી કિનારે કે પોચી જમીનમાં બહુમાળી ઈમારતો ન બાંધવી જોઈએ. જૂની સ્કૂલ-કોલેજો અને હોસ્પિટલોને મજબૂત કરવાની દિશામાં કામ કરવું જોઈએ.