ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના 6 સાંસદો શિંદે ગ્રૂપમાં શામેલ, હવે UBT 3 સાંસદોની પાર્ટી રહી

ઉદ્ધવ ઠાકરે જૂથના 9 સાંસદોમાંથી 6 સાંસદોએ હવે શિંદે ગ્રૂપની શિવસેનાને સમર્થન આપ્યું છે. હવે સંસદમાં ઉદ્ધવ ઠાકરે જૂથ શિવસેનાના સાંસદોનું સંખ્યાબળ 3 રહ્યું છે. મળતી માહિતી મુજબ હાલમાં જ આ બાગી સાંસદોએ શિંદે ગ્રૂપને સમર્થન જાહેર કર્યું છે. પ.બંગાળમાં મમતા બેનરજીની પાર્ટીમાં તોડફોડ બાદ હવે મહારાષ્ટ્રના રાજકારણમાં ભંગાણના અહેવાલ સામે આવ્યા છે.
શિવસેના (UBT) ના કુલ 9 લોકસભા સાંસદોમાંથી 6 સાંસદોએ ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડીને પોતાને એકનાથ શિંદેની સેનાના સાંસદો માનવાનો આખરી નિર્ણય કરી લીધો છે. આ બળવાખોર સાંસદોએ નવી દિલ્હી ખાતે લોકસભા સ્પીકર ઓમ બિરલાને લેખિત પત્ર સોંપીને સંસદમાં તેમને શિંદેના સાંસદો તરીકે માન્યતા આપવા સત્તાવાર વિનંતી કરી દીધી છે. આ ઘટનાક્રમ સાથે જ મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
આ છે બળવો કરનારા 6 સાંસદોના નામ
લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર સોંપનારા ઉદ્ધવ ગુટના 6 બળવાખોર સાંસદોમાં નીચે મુજબના નેતાઓ સામેલ છે:
1. સંજય જાધવ
2. સંજય દેશમુખ
3. નાગેશ પાટીલ અષ્ટિકર
4. ઓમરાજે નિંબાલકર\
5. ભાઉસાહેબ વાકચૌરે
6. સંજય દીના પાટીલ
આ મોટા ભંગાણ બાદ હવે ઉદ્ધવ ઠાકરેની સાથે માત્ર 3 જ સાંસદો બચ્યા છે, જ્યારે 6 સાંસદો એકજૂથ થઈને અલગ થઈ ગયા છે.
દિલ્હીમાં સંજય રાઉતની પ્રેસ કોન્ફરન્સ અને આકરા પ્રહાર
બીજી તરફ, પક્ષમાં બળવાની ચાલી રહેલી અટકળો વચ્ચે દિલ્હીમાં શિવસેના (UBT) ના નેતા સંજય રાઉતના નિવાસસ્થાને એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ બેઠકમાં માત્ર 3 જ સાંસદો - અરવિંદ સાવંત, ચીફ વ્હીપ અનિલ દેસાઈ અને નાસિકના સાંસદ રાજાભાઉ વાજે હાજર રહ્યા હતા, જ્યારે બાકીના 6 સાંસદો ગેરહાજર રહ્યા હતા. આ હાજરી પરથી જ સ્પષ્ટ થઈ ગયું હતું કે ઉદ્ધવની પાર્ટી પર તોળાઈ રહેલું સંકટ હવે હકીકતમાં બદલાઈ ચૂક્યું છે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સંજય રાઉતે આકરા તેવર બતાવતા કહ્યું કે, "આ તમામ સાંસદો શિવસેનાના ચૂંટણી ચિહ્ન 'મશાલ' પર અને ઉદ્ધવ ઠાકરેના નામે જીત્યા છે, તેઓ પીએમ મોદીના નામે ચૂંટણી નથી જીત્યા. ઉદ્ધવ ઠાકરેએ તેમને જીતાડવા માટે દિવસ-રાત એક કર્યા હતા અને પક્ષે તમામ સંસાધનો આપ્યા હતા." રાઉતે બળવાખોરોને ખુલ્લી ચીમકી આપતા ઉમેર્યું કે, જો હવે કોઈ પક્ષ પલટો કરશે તો અમે કોઈને છોડીશું નહીં, જેને જવું હોય તે સાંસદ પદેથી રાજીનામું આપીને જઈ શકે છે. જોકે, રાઉતની આ ચેતવણીઓ છતાં 6 સાંસદોએ સ્પીકરને પત્ર સોંપી દેતા ઉદ્ધવ ઠાકરે માટે આ ચોંકાવનારો આંચકો સાબિત થયો છે.
15-15 કરોડના એડવાન્સનો ગંભીર આક્ષેપ
આ આખા રાજકીય ડ્રામા વચ્ચે શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે મહારાષ્ટ્રના સાંસદોને પક્ષ બદલવા માટે 15-15 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી રહી છે અને એડવાન્સ પણ અપાયા છે. જોકે, ભાજપના નેતા ચંદ્રશેખર બાવનકુળેએ આ આક્ષેપોને નકારી કાઢતા કહ્યું કે સાંસદો પક્ષ કેમ છોડી રહ્યા છે તેનું આત્મમંથન ઉદ્ધવ ઠાકરેએ પોતે કરવું જોઈએ, આમાં ભાજપનો કોઈ હાથ નથી. હાલ પૂરતો તો ઉદ્ધવ જૂથના સાંસદો એકજૂથ દેખાતા 'ઓપરેશન ટાઇગર' નિષ્ફળ થતું દેખાઈ રહ્યું છે.
સંજય રાઉતે ગંભીર વલણ અપનાવતા ચેતવણી આપી છે કે, તમામ સાંસદોએ સાઈ બાબા, મા ભવાની અને પોતાની માતાના સમ ખાધા છે, તેમ છતાં જો હવે કોઈ પક્ષપલટો કે ગદ્દારી કરશે તો તેને છોડવામાં નહીં આવે. તેમણે ઉમેર્યું કે, તમામ સાંસદો ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં પક્ષના ચૂંટણી ચિહ્ન 'મશાલ' પર જીતીને આવ્યા છે અને તેમના માટે પક્ષે વ્હીપ પણ જાહેર કર્યો છે. આ અંગે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખવામાં આવ્યો છે અને જો કોઈને પક્ષ છોડવો જ હોય તો તે સાંસદ પદેથી રાજીનામું આપીને જઈ શકે છે.
યુબીટી (શિવસેના - ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પક્ષમાં બળવાની ચાલી રહેલી અટકળો વચ્ચે દિલ્હીમાં સાંસદ સંજય રાઉતે એક મહત્ત્વની પ્રેસ કોન્ફરન્સ યોજીને પક્ષના તમામ સાંસદો એકસાથે હોવાનો દાવો કર્યો છે. આ બેઠકને 'ઓપરેશન ટાઈગર' ગણાવતા રાઉતે સ્પષ્ટ કર્યું કે, માતોશ્રી ખાતે યોજાયેલી બેઠકમાં 5 સાંસદો રૂબરૂ હાજર હતા અને બાકીના સાંસદો વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. આ પ્રસંગે તેમની સાથે લોકસભાના નેતા અરવિંદ સાવંત અને ચીફ વ્હીપ અનિલ દેસાઈ સહિતના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.

