Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 41% voting in West Bengal till 11 am, Humayun Kabir's car attacked

VIDEO : હુમાયુ કબીરની કાર પર પથ્થરમારો-લાઠીઓથી હુમલો, પશ્ચિમ બંગાળમાં સવારે 11 વાગ્યા સુધીમાં 41 ટકા મતદાન

Timeછેલ્લું અપડેટ : 23 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આજે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં ચૂંટણીનો માહોલ છે. તમિલનાડુની તમામ 234 બેઠકો પર સવારે સાત વાગ્યાથી જ મતદાન શરૂ થઈ ગયું છે. બીજી તરફ, પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કામાં 152 સીટો ઉપર મતદાન થઈ રહ્યું છે. બંગાળ ચૂંટણીના પ્રથમ તબક્કામાં જનતા 1478 ઉમેદવારોનું ભાગ્ય ઈવીએમમાં સીલ થશે. પશ્ચિમ બંગાળમાં TMC અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો છે, ત્યાં તમિલનાડુમાં પણ ડીએમકેની આગેવાની હેઠળના ઈન્ડિયા ગઠબંધન અને એઆઈએડીએમકે-ભાજપના એનડીએ વચ્ચે જંગ છે.  

App Store

મુર્શિદાબાદમાં હિંસા: હુમાયુ કબીરના કાફલા પર હુમલો

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન મુર્શિદાબાદમાં હિંસાનો સિલસિલો યથાવત છે. રેજીનગરથી AJUP ઉમેદવાર હુમાયુ કબીરના કાફલા પર તોફાની તત્વોએ જીવલેણ હુમલો કર્યો છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, તોફાનીઓના ટોળાએ અચાનક હુમાયુ કબીરની કારને ઘેરી લીધી હતી. હુમલાખોરોના હાથમાં લાઠી-ડંડા અને ઈંટો હતી.

તૃણમૂલ કેમ્પ ઓફિસમાં તોડફોડના આક્ષેપો

માલદા જિલ્લાના હરિશ્ચંદ્રપુર વિધાનસભા મતવિસ્તારમાં તે સમયે અફરાતફરી મચી ગઈ જ્યારે તૃણમૂલ કોંગ્રેસના જ બે જૂથો સામસામે આવી ગયા. આ વિવાદ એટલો વધી ગયો કે રાજ્યના મંત્રી તાજમુલ હુસૈનના વતન બાંગરુઆ (બૂથ નંબર 200 અને 201)માં TMCની એક ચૂંટણી કેમ્પ ઓફિસમાં ભારે તોડફોડ કરવામાં આવી. TMC નેતા સ્વપન અલીએ સનસનીખેજ આરોપ લગાવતા દાવો કર્યો છે કે મંત્રી તાજમુલ હુસૈન અને તેમના સમર્થકો ખુલ્લેઆમ કોંગ્રેસના પક્ષમાં પ્રચાર કરી રહ્યા છે. તેમના મતે  મંત્રીના ઈશારે જ સમર્થકોએ કોંગ્રેસના કાર્યકરો સાથે મળીને TMC ઓફિસ પર હુમલો કર્યો અને પાર્ટીના ઝંડા-બેનરો ફાડી નાખ્યા.
 
સવારના શરૂઆતના કલાકો બાદ મતદાનની ગતિમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. પશ્ચિમ મેદિનીપુરમાં સૌથી વધુ 44.69 ટકા મતદાન નોંધાયું છે, જે મતદારોની લોકશાહીમાં મોટી ભાગીદારી દર્શાવે છે.