Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 4 trains from Gujarat will run to Borivali instead of Bandra Terminus, know on what date the change will take place

ગુજરાતની 4 ટ્રેનો બાંદ્રા ટર્મિનસને બદલે બોરીવલી સુધી જ દોડશે, જાણો કઈ તારીખે થશે ફેરફાર

Timeછેલ્લું અપડેટ : 11 Oct 2026
લાઇવ ટીવીGoogle News
ગુજરાતની 4 ટ્રેનો બાંદ્રા ટર્મિનસને બદલે બોરીવલી સુધી જ દોડશે, જાણો કઈ તારીખે થશે ફેરફાર
સોર્સ : gstv

મુંબઈ જતી રેલવે મુસાફરી કરનારા ગુજરાતના મુસાફરો માટે અગત્યના સમાચાર છે. બાંદ્રા ટર્મિનસ પર પ્લેટફોર્મના બાંધકામની કામગીરી અને ટ્રેનો ઊભી રાખવાની મર્યાદાને કારણે પશ્ચિમ રેલવેએ ગુજરાતની ચાર ટ્રેનોના સ્ટોપેજમાં કેટલાક ફેરફાર કર્યો છે. 12થી 16 ઑક્ટોબર દરમિયાન અલગ-અલગ તારીખે દોડનારી આ ટ્રેનો બાંદ્રા ટર્મિનસને બદલે બોરીવલી સ્ટેશન પર જ મુસાફરી પૂર્ણ કરશે. આ ફેરફારને કારણે બાંદ્રા ટર્મિનસ સુધી જવાની ટિકિટ ધરાવતા મુસાફરોએ બોરીવલીથી આગળની મુસાફરી માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડશે. તેથી મુસાફરોએ ઘરેથી નીકળતાં પહેલાં ટ્રેનના સંચાલન અંગેની વિગતો તપાસી લેવી જરૂરી છે.

App Store

કઈ ટ્રેન કઈ તારીખે બોરીવલી સુધી જ દોડશે?

પશ્ચિમ રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, ચાર ટ્રેનોના સંચાલનમાં નીચે પ્રમાણે ફેરફાર કરવામાં આવ્યો છે.

12 ઑક્ટોબર
ટ્રેન નંબર 09038
ભુજ–બાંદ્રા ટર્મિનસ

13 ઑક્ટોબર
ટ્રેન નંબર 09018
વલસાડ–બાંદ્રા ટર્મિનસ

15 ઑક્ટોબર
ટ્રેન નંબર 09012
ભુજ–બાંદ્રા ટર્મિનસ

16 ઑક્ટોબર
ટ્રેન નંબર 09006
ભાણવડ–બાંદ્રા ટર્મિનસ

મુસાફરોએ શું ધ્યાન રાખવું?

બાંદ્રા ટર્મિનસ પર પ્લેટફોર્મના બાંધકામને કારણે આ ફેરફાર કરવામાં આવ્યો છે. આથી સંબંધિત ટ્રેનોમાં બાંદ્રા ટર્મિનસ સુધી જવાની યોજના ધરાવતા મુસાફરોએ બોરીવલીથી આગળ જવા માટે અન્ય વાહનવ્યવસ્થાનું આયોજન કરવું પડશે. મુસાફરોએ મુસાફરી પહેલાં પશ્ચિમ રેલવેની સત્તાવાર જાહેરાત અથવા રેલવેના ટ્રેનના સમય અને સંચાલનની માહિતી મેળવી લેવી જોઈએ.