VIDEO: આંધ્રપ્રદેશમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં BC માટે 34% અનામત
સોર્સ : gstv
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પછાત વર્ગ એટલે કે BC સમુદાય માટે 34 ટકા અનામત અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે BC સમુદાયના રાજકીય અને સામાજિક સશક્તિકરણ માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું છે. સ્થાનિક સંસ્થાઓમાં BC વર્ગને યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે માટે સરકાર દ્વારા મહત્વના પગલાં લેવામાં આવી રહ્યા છે. ચંદ્રબાબુ નાયડુએ BC સમુદાયના વિકાસ અને સશક્તિકરણને સરકારની પ્રાથમિકતા ગણાવી છે. હવે સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીમાં 34 ટકા અનામતનો અમલ કેવી રીતે થાય છે તેના પર સૌની નજર રહેશે.

