Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 3 free LPG cylinders in a year, free bus service for women and transgenders; big announcement of CM Vijay

VIDEO: એક વર્ષમાં 3 ફ્રી LPG સિલિન્ડર, મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર માટે ફ્રી બસ સેવા; CM વિજયની મોટી જાહેરાત

Timeછેલ્લું અપડેટ : 24 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

તમિલનાડુ (Tamil Nadu)ના મુખ્યમંત્રી વિજયે વિધાનસભામાં અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. સરકાર દ્વારા ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારોને રાહત આપવા માટે વર્ષમાં ત્રણ મફત LPG સિલિન્ડર (Free LPG Cylinder) આપવાની યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના પોંગલ 2027થી શરૂ કરવામાં આવશે.

App Store

1.30 કરોડ પરિવારોને મળશે લાભ

‘અન્નપૂર્ણાની સુપર સિક્સ’ (Annapoorani Super Six) યોજના હેઠળ વાર્ષિક રૂ. 2.5 લાખથી ઓછી આવક ધરાવતા પરિવારોને દર વર્ષે ત્રણ LPG સિલિન્ડર મફત આપવામાં આવશે. સરકારના જણાવ્યા અનુસાર, આ યોજનાથી આશરે 1.30 કરોડ પરિવારોને લાભ મળશે. આ માટે રાજ્ય સરકાર દર વર્ષે લગભગ રૂ. 4,000 કરોડનો ખર્ચ કરશે.

મુખ્યમંત્રી વિજયે જણાવ્યું કે લાભાર્થીઓએ પહેલા સિલિન્ડર ખરીદવાનો રહેશે અને ત્યારબાદ તેની રકમ સીધી તેમના બેંક ખાતામાં (Bank Account) જમા કરવામાં આવશે.

મહિલાઓને બસ મુસાફરીમાં મોટી રાહત

મહિલાઓ માટે પણ સરકારે મહત્વની જાહેરાત કરી છે. ‘વેટ્રી પયાના થિટ્ટમ’ (Vetri Payana Thittam) હેઠળ મહિલાઓને સામાન્ય બસો ઉપરાંત એક્સપ્રેસ, LSS અને ડીલક્સ બસોમાં પણ મફત મુસાફરીની સુવિધા મળશે. આંતરજિલ્લા (Inter-District) બસોમાં પણ મહિલાઓને આ લાભ આપવામાં આવશે. આ યોજના 2 ઓક્ટોબરથી લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

આ ઉપરાંત ટ્રાન્સજેન્ડર (Transgender) મુસાફરોને પણ મફત બસ મુસાફરીની સુવિધા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પરંદૂર એરપોર્ટ અંગે સરકારનો નિર્ણય

ચેન્નાઈના પરંદૂર (Parandur)માં પ્રસ્તાવિત નવા એરપોર્ટને લઈને પણ CM વિજયે સરકારનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે કહ્યું કે સ્થાનિક પરિવારોને અસર ન થાય તેવી વૈકલ્પિક જગ્યાઓ શોધવામાં આવી રહી છે. પરંદૂર એરપોર્ટનો સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

વિજયે ખેડૂતોના હિતોની વાત કરતાં કહ્યું કે વિકાસના નામે તેમના હિતોને અવગણી શકાય નહીં. સાથે જ ચેન્નાઈના હાલના મીનાંબક્કમ એરપોર્ટ પર નવું ટર્મિનલ-5 (Terminal-5) બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે.