VIDEO: મણિપુરમાં 24 કલાકની હડતાળથી જનજીવન ખોરવાયું
સોર્સ : gstv
મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં કેમ્પેઇન ફોર જસ્ટ એન્ડ ફેર ડિલિમિટેશન દ્વારા 24 કલાકની સામાન્ય હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું છે. હડતાળના પગલે રાજ્યમાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. ઇમ્ફાલ સહિતના વિસ્તારોમાં બજારો બંધ જોવા મળ્યા હતા, જ્યારે શૈક્ષણિક સંસ્થાઓ અને જાહેર પરિવહન સેવાઓ પર પણ અસર પડી હતી. હડતાળને કારણે રસ્તાઓ પર સામાન્ય દિવસોની સરખામણીએ ઓછી અવરજવર જોવા મળી હતી. સંગઠન દ્વારા વસ્તી ગણતરી પહેલાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ એટલે કે NRC અપડેટ કરવાની માંગ કરવામાં આવી છે. ન્યાયી અને પારદર્શક સીમાંકનની માંગ સાથે આ વિરોધ યોજાયો હોવાનું જણાવાયું છે. હડતાળને પગલે વિવિધ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી.

