VIDEO: ગોવામાં ઇન્ડિયન રોડ્સ કોંગ્રેસની ૨૩૭મી કાઉન્સિલ બેઠક
સોર્સ : gstv
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે દોના પૌલા ખાતે ઇન્ડિયન રોડ્સ કોંગ્રેસ ની ૨૩૭મી મિડ-ટર્મ કાઉન્સિલ બેઠકનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું. આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં દેશભરના રસ્તા અને બ્રિજ નિર્માણ ક્ષેત્રના અગ્રણી એન્જિનિયરો અને નિષ્ણાતો એકત્રિત થયા છે.બેઠક દરમિયાન મુખ્યમંત્રી સાવંતે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટકાઉ વિકાસના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે પ્રવાસન રાજ્ય હોવાને કારણે ગોવામાં વિશ્વસ્તરીય અને સુરક્ષિત રસ્તાઓનું નિર્માણ અત્યંત જરૂરી છે.

