VIDEO: BRICSમાં 21 દેશો, વિશ્વની 50% વસ્તીનું પ્રતિનિધિત્વ: PM મોદી
સોર્સ : gstv
BRICS બિઝનેસ ફોરમના લીડર્સ સેશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ વર્ષે BRICSના 20 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે 2006માં માત્ર ચાર દેશોથી શરૂ થયેલા આ સમૂહમાં આજે સભ્ય અને ભાગીદાર દેશો મળીને 21 દેશોનો પરિવાર બન્યો છે. PM મોદીએ કહ્યું કે BRICS દેશો વિશ્વની 50 ટકા વસ્તી, 40 ટકા GDP અને 25 ટકાથી વધુ વેપારનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે ઉમેર્યું કે BRICS દેશો વૈશ્વિક ઈનોવેશન અને સોલ્યુશન્સના મહત્વના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યા છે. ભારતમાં આયોજિત આ ફોરમ અત્યાર સુધીનું સૌથી મોટું BRICS બિઝનેસ ફોરમ હોવાનું પણ PM મોદીએ જણાવ્યું.

