Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 13 Indians have died in the ongoing conflict in West Asia so far

VIDEO: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષમાં અત્યાર સુધી 13 ભારતીયોના મોત

Timeછેલ્લું અપડેટ : 14 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા અમેરિકા-ઈરાન સંઘર્ષની ગંભીર અસર કોમર્શિયલ શિપિંગ અને સમુદ્રી કર્મચારીઓ પર પડી રહી છે. 28 ફેબ્રુઆરી 2026થી અત્યાર સુધી ખાડી વિસ્તારમાં 13 ભારતીયોના મોત થયા છે અને ત્રણ લોકો હજુ પણ લાપતા છે. હોર્મુઝ જલડમરૂમધ્યમાં વધતા હુમલાઓ અને વેપારી જહાજોને નિશાન બનાવવાના કારણે વૈશ્વિક વેપાર તેમજ ઊર્જા પુરવઠા અંગે ચિંતા વધી છે. ભારત સરકારે પરિસ્થિતિ પર સતત નજર રાખતાં આંતરરાષ્ટ્રીય જળમાર્ગોમાં સુરક્ષિત અને અવરોધરહિત અવરજવર સુનિશ્ચિત કરવાની માંગ કરી છે. વિદેશ મંત્રાલયે તાજેતરમાં બે કોમર્શિયલ જહાજો પર થયેલા હુમલાઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે તેમાં સવાર ભારતીય નાવિકોમાં એકનું મોત થયું છે, જ્યારે અનેક ઘાયલ થયા છે. સાથે જ ભારતે આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરીને કોમર્શિયલ જહાજો અને નાગરિક માળખા પરના હુમલા તાત્કાલિક બંધ કરવાની અપીલ કરી છે, જેથી સમુદ્રી વેપાર અને પરિવહન વહેલી તકે સામાન્ય થઈ શકે.

App Store