Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 11 people die in accident when van collides with cement mixer in Thane

મહારાષ્ટ્રમાં સિમેન્ટ મિક્સર અને કાર વચ્ચે ભીષણ ટક્કર, થાણેમાં 11 લોકોના ઘટનાસ્થળે મોત 

Timeછેલ્લું અપડેટ : 13 Apr 2026
લાઇવ ટીવીGoogle News
મહારાષ્ટ્રમાં સિમેન્ટ મિક્સર અને કાર વચ્ચે ભીષણ ટક્કર, થાણેમાં 11 લોકોના ઘટનાસ્થળે મોત 
સોર્સ : gstv

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં આજે સોમવારે સવારે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. મુરબાડ વિસ્તારમાં સિમેન્ટ મિક્સર અને વાન વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે વાનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

App Store

કેવી રીતે સર્જાયો અકસ્માત 

મળતી માહિતી મુજબ, આ ઘટના સવારે અંદાજે 11:30 વાગ્યાની આસપાસ મુરબાડના ગોવિલી ગામમાં આવેલા રૈતા પુલ પર બની હતી. એક વાન અને સામેની દિશામાંથી પૂરપાટ ઝડપે આવી રહેલા સિમેન્ટ મિક્સર વચ્ચે સીધી ટક્કર થઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે વાનમાં સવાર 9 મુસાફરોએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.

બચાવ કામગીરી અને ટ્રાફિક જામ

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ, બચાવ દળ અને તબીબી ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા 3 લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત રૈતા પુલ પર થયો હોવાથી ત્યાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવીને ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. સ્થાનિક પોલીસ હાલમાં આ મામલે વધુ તપાસ કરી રહી છે અને મૃતકોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.