VIDEO: સિલિગુડીમાં માતા દુર્ગાનો 100 કિલો સોનાનો શણગાર
સોર્સ : gstv
પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં સેન્ટ્રલ કોલોની દુર્ગા પૂજા સમિતિ દ્વારા દુર્ગા પૂજાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. અહીં માતા દુર્ગાની પ્રતિમાને આશરે 100 કિલો સોનાનાં આભૂષણોથી શણગારવામાં આવી રહી છે. માતાજીના આ ભવ્ય શણગારને જોવા માટે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમિતિના સચિવ પાર્થ ડેએ જણાવ્યું કે પૂજાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સોનાનાં આભૂષણોથી શણગારાયેલી માતા દુર્ગાની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની છે.

