VIDEO: 1.8 મિલિયન ફોલોઅર્સ ધરાવતા સુઈગામના કોમેડિયન ચંદન રાઠોડનું મોત
સોર્સ : gstv
વાવ-થરાદના સુઈગામના કોમેડિયન ચંદન રાઠોડનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે. ‘ગુજુ લવ ગુરુ’ નામથી જાણીતા ચંદન રાઠોડના ઇન્સ્ટાગ્રામ પર 1.8 મિલિયન ફોલોઅર્સ હતા. ભાભર-સુઈગામ માર્ગ પર હરિધામ ગૌશાળા નજીક બાઈક અકસ્માતમાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ભાભર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

