Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વાવ-થરાદ : MP aggressive on liquor ban issue in Bhabhar: Wrote a letter to SP demanding suspension of beet jamadar, know what is the whole matter

VIDEO: ભાભરમાં દારૂબંધી મુદ્દે સાંસદ આક્રમક: SPને પત્ર લખી બીટ જમાદારને સસ્પેન્ડ કરવાની કરી માંગ, જાણો શું છે સમગ્ર મામલો

Timeછેલ્લું અપડેટ : 30 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર ફરી એકવાર પોતાના આક્રમક અંદાજને કારણે ચર્ચામાં આવ્યા છે. ભાભર તાલુકાના અબાસણા અને ભીમબોરડી ગામમાં વકરી રહેલા દેશી દારૂ અને નશીલા પદાર્થોના દૂષણને ડામવા માટે ગેનીબેને પોલીસ તંત્રને આડે હાથ લીધું છે.

App Store

જનતા રેડની ચીમકી સાંસદ ગેનીબેન ઠાકોરે એસ.પી. (SP)ને કડક શબ્દોમાં પત્ર લખીને જણાવ્યું છે કે જો પોલીસ દારૂના અડ્ડાઓ પર રેડ પાડવામાં નિષ્ફળ જશે, તો તેઓ પોતે મીડિયાના પ્રતિનિધિઓને સાથે રાખીને 'લાઈવ જનતા રેડ' પાડશે. તેમણે આક્ષેપ કર્યો હતો કે જો પોલીસ હપ્તા લઈને અડ્ડા ચલાવવામાં મદદ કરતી હશે તો તેને સાંખી લેવામાં આવશે નહીં.

પોલીસ અધિકારીઓને ટકોર આ મામલે દિયોદર ઈન્ચાર્જ DYSPએ સાંસદને ખાતરી આપી છે કે વિસ્તારમાં દારૂબંધીનો કડક અમલ કરવામાં આવશે. DYSPએ જણાવ્યું કે ટૂંકા ગાળામાં અનેક કેસો કરવામાં આવ્યા છે અને તેઓ પ્રજાના સહકારની અપેક્ષા રાખે છે. જોકે, ગેનીબેને સ્પષ્ટ કર્યું છે કે જો બીટ જમાદાર કે અન્ય અધિકારીઓ ફરજમાં બેદરકારી દાખવશે, તો તેમને સસ્પેન્ડ કરવા સુધીની ખાતાકીય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવશે.

અબાસણા અને ભીમબોરડી ગામના આગેવાનોએ પણ એકસૂરે ગામમાં નશાબંધીનો અમલ કરવા અને પોલીસને સાથ આપવા અલ્ટીમેટમ આપ્યું છે.