Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Indian Railways will gift Gujarat a new train: After Vande Bharat and Namo Bharat, 'Amrut Bharat' will now run, know what is special about it?

VIDEO: Indian Railways ગુજરાતને મળશે નવી ટ્રેનની ભેટ: વંદે ભારત અને નમો ભારત બાદ હવે દોડશે 'અમૃત ભારત', જાણો શું છે ખાસિયત?

Timeછેલ્લું અપડેટ : 30 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

Indian Railways: ભારતીય રેલવે દ્વારા મુસાફરોની સુવિધામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. વંદે ભારત અને નમો ભારત (રેપિડ) ટ્રેનોની સફળતા બાદ હવે ગુજરાતના રેલવે ટ્રેક પર 'અમૃત ભારત' ટ્રેન દોડવા માટે સજ્જ છે. પશ્ચિમ રેલવેના DRM વૈદ્ય પ્રકાશે આ અંગે મહત્વની વિગતો આપતા જણાવ્યું છે કે આ ટ્રેન સામાન્ય વર્ગના મુસાફરો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

App Store

શું છે અમૃત ભારત ટ્રેનની વિશેષતા? 
અમૃત ભારત ટ્રેન ખાસ કરીને સામાન્ય અને મધ્યમ વર્ગના મુસાફરોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. આ ટ્રેનની સૌથી મોટી વિશેષતા તેની 'પુશ-પુલ' (Push-Pull) ટેકનોલોજી છે. ટ્રેનની બંને બાજુએ એન્જિન લગાવવામાં આવ્યા છે, જેના કારણે ટ્રેન ઝડપથી ગતિ પકડી શકે છે અને ઉભી રહી શકે છે. આ ટ્રેન 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવાની ક્ષમતા ધરાવે છે.

વંદે ભારત અને નમો ભારતથી કેવી રીતે અલગ? 
રેલવેના જણાવ્યા મુજબ, વંદે ભારત ટ્રેન બે મોટા મેટ્રો શહેરોને જોડવાનું કામ કરે છે, જ્યારે નમો રેપિડ ટ્રેન નાના શહેરોને મોટા શહેરો સાથે સાંકળે છે. તેની સામે અમૃત ભારત ટ્રેન લાંબા અંતરની મુસાફરી કરતા સામાન્ય વર્ગના લોકો માટે છે. તેના કોચ જૂની ટ્રેનો કરતા વધુ આધુનિક અને સુવિધાજનક છે.

પશ્ચિમ રેલવેના DRM વૈદ્ય પ્રકાશે જણાવ્યું હતું કે, "આ ટ્રેનનો સંપૂર્ણ ટ્રાયલ રન સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ આ ટ્રેન ગુજરાતના વિવિધ રૂટ પર મુસાફરો માટે કાર્યરત કરવામાં આવશે." આ ટ્રેનમાં સીસીટીવી કેમેરા, આધુનિક શૌચાલય અને સેન્સર આધારિત નળ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ હ