VIDEO: વાવ-થરાદના ખેડૂતોની રજૂઆત બાદ મંત્રી એક્શનમાં
સોર્સ : gstv
વાવ-થરાદ જિલ્લાના ખેડૂતોએ બે દિવસ પહેલા કેનાલમાં પાણી છોડવાની માંગ કરી હતી. ખેડૂતોની રજૂઆત બાદ મંત્રી સ્વરૂપજી ઠાકોરે નર્મદા નિગમના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. સુઈગામ બ્રાન્ચ કેનાલનું કામ તાત્કાલિક પૂર્ણ કરવા મંત્રીએ અધિકારીઓને ટકોર કરી હતી. ગાંધીનગરમાં નર્મદા નિગમના અધિકારીઓ સાથે બેઠક કરી સમગ્ર કામગીરીનો રિવ્યૂ લેવામાં આવ્યો હતો. ખેડૂતોની માંગને પગલે કેનાલનું કામ ઝડપથી પૂર્ણ કરવા તંત્રને સૂચના આપવામાં આવી છે.

