Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વાવ-થરાદ : Incomplete Canal Work: Farmers Protest 22 Villages in Suigam

VIDEO: કેનાલનું અધૂરું કામ: સુઈગામમાં 22 ગામના ખેડૂતોનો વિરોધ

Timeછેલ્લું અપડેટ : 31 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વાવ-થરાદ જિલ્લાના સુઈગામ પંથકના 22 ગામોના ખેડૂતોએ કેનાલનું અધૂરું કામ પૂર્ણ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું. દેવપુરાથી સુઈગામ સુધીની આશરે 33 કિલોમીટર લાંબી બ્રાન્ચ કેનાલનું કામ 18 મહિનામાં પૂર્ણ કરવાનું હતું, પરંતુ ત્રણ વર્ષથી વધુ સમય વીતી જવા છતાં ખેડૂતોના જણાવ્યા મુજબ માત્ર 30 ટકા જેટલું કામ થયું છે. જમીન સંપાદન પહેલાં ખેડૂતોએ જમીન આપી હોવા છતાં કેનાલનું કામ પૂર્ણ ન થતાં રોષ જોવા મળ્યો. કોન્ટ્રાક્ટરની મનમાની સામે અનેક રજૂઆતો છતાં નિરાકરણ ન આવતા ખેડૂતોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો. એક તરફ વરસાદ ખેંચાતા અને બીજી તરફ કેનાલનું કામ અધૂરું રહેતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો.

App Store