VIDEO: Vav-Tharad / સરદારપુરા ગામના તમામ 374 મતદારોએ કર્યો મતદાનનો બહિષ્કાર, પાયાની સુવિધાઓ મુદ્દે તંત્ર સામે રોષ
સોર્સ : GSTV
વાવ થરાદના ધરણીધર તાલુકાના ભાખરી ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા સરદારપુરા ગામનાના લોકોએ મતદાનનો બહિષ્કાર કરીને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. ગામના તમામ 374 મતદારોએ એક પણ મત ન આપવાનો મક્કમ નિર્ધાર કરી લોકશાહીના પર્વથી અળગા રહેવાનું નક્કી કર્યું હતું. જેથી દિવસભર મતદાન મથકો પર માત્ર મતદાન કામગીરીમાં રોકાયેલો સ્ટાફ જ જોવા મળ્યો હતો.અને કોઈ પણ મતદારોએ મતદાન કર્યુ ન હતુ. ગ્રામજનોનો આરોપ છે કે તેઓ લાંબા સમયથી પાયાની સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે. તંત્રએ આપેલા પોલા વચનો પર વિશ્વાસ રાખવાને બદલે આજે આખા ગામે એકતા બતાવી અને મતદાનનો બહિષ્કાર કર્યો.

