VIDEO: ચોમાસામાં દરિયાઈ ભરતીથી સતત દરિયા કિનારે વૃક્ષોનું ધોવાણ, પ્રોટેક્શન વૉલની માંગ ઉઠી
VIDEO:વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ ગામે વર્ષોથી દરિયાથી ગામને સુરક્ષિત કરવાની દીવાલ બનાવવાની રજૂઆતો થઈ રહી છે. પરંતુ હજી સુધી આ અંગે કોઈ કાર્યવાહી નથી થઈ રહી. દરિયો દર વર્ષે ગામને ગળી જવા આગળ વધી રહ્યો છે. દર વર્ષે ચોમાસામાં દરિયાઈ ભરતી મોટાપાયે આવતા દરિયા કિનારાની સાથે વૃક્ષોનું પણ ધોવાણ કરે છે.
દરિયા કિનારે ઉગી રહેલા સેંકડોની સંખ્યામાં વૃક્ષો મૂળ સાથે ઉખડીને સૂકાઈ રહ્યા છે. જેથી દરિયા કિનારે વૃક્ષોના ધોવાણના દ્રશ્યો આગામી સમય વિનાશના છે. હાલના દ્રશ્યો પ્રોટેક્શન વૉલ નહીં હોવાના કારણે સર્જાયા છે. જો અંહી પ્રોટેક્શન વૉલ બનાવવામાં ઉદાસીનતા રાખવામાં આવશે તો આગામી સમયમા અહી દરિયો આ તમામ કુદરતી સુંદરતાનેં ગળી જશે. આટલું ઓછું હોય તેમ નુકસાથી અહીંના ઈકો ટુરિઝમ વિસ્તાર એક ઈતિહાસ બની જશે. ત્યારે દરિયાઈ ધોવાણ જેવા ગંભીર પ્રશ્ન સામે સરકાર એક નજર કરે તે જરૂરી છે.

