Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : Valsad: Megharaja's havoc: Service roads and underpasses turned into sea,

Valsad: મેઘરાજાનો કહેર: સર્વિસ રોડ અને અંડરપાસ બન્યા દરિયો, લોકો પરેશાન

Timeછેલ્લું અપડેટ : 26 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, પરંતુ આ વરસાદની સાથે વર્ષો જૂની પાણી ભરાવાની સમસ્યા હવે સ્થાનિક લોકો માટે માથાનો દુખાવો બની ગઈ છે. ખાસ કરીને ઉમરગામ તાલુકાના ભીલાડ પાસેના પૂર્વ વિસ્તારમાં મુંબઈ-અમદાવાદ હાઈવેના સર્વિસ રોડ પર પાણીનો દરિયો ફરી વળ્યો છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓની હાલત કફોડી બની છે.

App Store

જીવના જોખમે હાઈવે ઓળંગવા મજબૂર

વર્ષોથી આ વિસ્તારમાં સર્વિસ રોડની હાલત દયનીય છે. ખાડાઓ અને નબળી ડ્રેનેજ વ્યવસ્થાને કારણે વરસાદનું પાણી રસ્તા પર જામી જાય છે, જેના લીધે ટ્રાફિક જામની સમસ્યા કલાકો સુધી રહે છે. આ ઉપરાંત, હાઈવે ઓળંગવા માટે બનાવેલા અંડરપાસમાં પણ એટલું પાણી ભરાય છે કે માણસ ડૂબી જાય તેવી સ્થિતિ સર્જાય છે. આના કારણે રાહદારીઓ, ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં આવેલી કોલેજના વિદ્યાર્થીઓ, જીવના જોખમે હાઈવે ઓળંગવા મજબૂર છે.

આ સમસ્યા કોઈ નવી નથી. વર્ષોથી સ્થાનિક લોકો આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, પરંતુ સ્થાનિક આગેવાનો અને નેતાઓ આ મુદ્દે નક્કર પગલાં લેવામાં નિષ્ફળ રહ્યા છે. અંડરપાસમાં ભરાતું પાણી અને સર્વિસ રોડની ખરાબ હાલતને કારણે રોજબરોજની જીવનશૈલી પર અસર પડી રહી છે. વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવા માટે જીવનું જોખમ ખેડવું પડે છે, જ્યારે વાહનચાલકોને લાંબા ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે.