Valsadમાં 14 વર્ષીય સગીરાએ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું

સોર્સ : GSTV
Valsad News: ગુજરાતમાં જાણે આત્મહત્યાની ઘટનાઓની વણઝાર સર્જાઈ રહી હોય તેમ સતત આત્મહત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં વલસાડમાંથી આપઘાતના સમાચાર સામે આવી રહ્યા છે. વલસાડના અતુલમાંથી આપઘાતની ઘટના સામે આવી રહી છે.
મળતી માહિતી પ્રમાણે, અતુલ કોલોની વિસ્તારમાં 14 વર્ષીય સગીરાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. 14 વર્ષીય સગીરા અતુલ કોલોની સાઈનામાઇડ વિસ્તાર રહેતી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. જો કે, આત્મહત્યાનું કારણ હજુપણ અકબંધ છે.

