Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : Valsad girl goes missing after Nepal floods family worried

VIDEO: વલસાડની યુવતી નેપાળના પૂર બાદ ગુમ થતા પરિવાર ચિંતામાં

Timeછેલ્લું અપડેટ : 27 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નેપાળમાં આવેલા ભયાનક પૂર બાદ વલસાડના હાલર વિસ્તારમાં રહેતા દિલીપભાઈ ઈંટવાલાનો પરિવાર ઘેરી ચિંતામાં મુકાયો છે. તેમની પુત્રી રોમા ઈંટવાલા ૬૨ લોકોના ગ્રુપ સાથે નેપાળ પ્રવાસે ગઈ હતી, પરંતુ ૨૫ તારીખ સાંજ પછી તેમનો પરિવાર સાથેનો સંપર્ક તૂટી ગયો છે. જોકે અન્ય માધ્યમથી ગ્રુપ સહીસલામત હોવાના સમાચાર મળ્યા છે, છતાં સીધી વાતચીત ન થતાં પરિવાર આઘાતમાં છે. પરિવારે સરકાર પાસે નેપાળમાં ફસાયેલા તમામ લોકોને હેમખેમ પરત લાવવા ગુહાર લગાવી છે. ઘટનાને પગલે વલસાડ જિલ્લા કલેક્ટર અને વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે. તંત્રે મદદ માટે હેલ્પલાઈન શરૂ કરી પીડિત પરિવાર સાથે સતત સંપર્ક જાળવી રાખ્યો છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News