વલસાડની કોલેજના આચાર્ય સામે મહિલા પ્રાદ્યાપકની જાતિય સતામણીના કેસમાં કાર્યવાહીના આદેશ

વલસાડની કોમર્સ કોલજના આચાર્ય સામે જાતિય સતામણી કેસમાં કાર્યવાહીના આદેશ કરવામાં આવ્યા છે. શાહ એન.એચ. કોમર્સ કોલેજના આચાર્ય ગિરીશ રાણા સામે કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યા છે. મહિલા પ્રાદ્યાપક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે, કોલેજના આચાર્ય ગિરીશ રાણા દ્વારા તેમની સાથે જાતીય સતામણી કરવામાં આવી હતી.પોતાની ચેમ્બરમાં બોલાવીને મહિલા પ્રાદ્યાપક સાથે બિભત્સ વાત કરવામા આવી હતી. ઉપરાંત તેણીની શારીરિક રચના અંગે પણ બિભત્સ ટીપણી કરવામાં આવી હતી.
3 દિવસમાં કાર્યવાહીના આદેશ
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવાના આદેશ કરાયા છે. બે રિપોર્ટમાં દોષી છતાં આચાર્ય સામે કાર્યવાહી કેમ ન કરાઈ? વલસાડમાં આવેલી શાહ એન.એચ.કોમર્સ કોલેજની મહિલા પ્રાદ્યાપક સાથે આચાર્ય દ્વારા કરવામાં આવેલી જાતીય સતામણીના કેસમાં સવા વર્ષે પીડીતાને ન્યાય મળ્યો છે. બે બે તપાસ સમિટીના આચાર્યને દોષિત ઠરાવો રિપોર્ટ છતાં આચાર્ય સામે કોઇ કાર્યાવાહી કેમ કરવામાં આવી નથી તેનો ખુલાસો શિક્ષણ વિભાગ દ્વારા માંગવામાં આવ્યો છે. દોષિત સામે કાર્યવાહી કરવા માટે શિક્ષણ વિભાગે ટ્રસ્ટને આદેશ કર્યો છે. આચાર્ય રાણાના અનેક વખતના આવા વ્યવહારથી ત્રાસીને મહિલા પ્રાધ્યાપકે કોલેજના ટ્રસ્ટી સમક્ષ ફરિયાદ કરી હતી. જ્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પુરાવા સાથે ફરિયાદ કરવામા આવી હતી. ટ્રસ્ટ દ્વારા તપાસ કમિટી બનાવી હતી. જેમાં આચાર્ય રાણાને દોષિત ઠરાવવામાં આવ્યા હતા.શિક્ષણ વિભાગે કોલેજના ટ્રસ્ટ નુતન કેળવણી મંડળને કારણ દર્શક નોટીસ પાઠવી હતી. દોષિત આચાર્ય સામે કેમ કાર્યવાહી કરવામાં આવી નથી તેવો ખુલાસો પુછવામાં આવ્યો છે. 3 દિવસમાં આ અંગેની કાર્યવાહી કરવા આદેશ કર્યો છે.
બચાવના પ્રયાસ
નૂતન કેળવણી મંડળના માનદ મંત્રી કિર્તીભાઈ દેસાઈ સતત તેઓને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેઓને પણ આ સંદર્ભમાં પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીને પૂછીને નિર્ણય લેવામાં આવશે. પરંતુ, યુનિવર્સિટીએ આ બાબતે કોઈ નિર્ણય લેવાનો હોતો નથી. જ્યારે ઉચ્ચ શિક્ષણ કમિશનર દ્વારા ત્રણ દિવસમાં નિર્ણય લેવા માટે જણાવવામાં આવ્યું છે.

