VIDEO: વલસાડ: ધરમપુરની કોલેજ હોસ્ટેલમાં બુકાનીધારીઓનો હુમલો, વિદ્યાર્થીઓનો પોલીસ સ્ટેશન પર ઘેરાવ
સોર્સ : gstv
વલસાડના ધરમપુરની વનરાજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની હોસ્ટેલમાં અજાણ્યા બુકાનીધારીઓએ ઘૂસીને વિદ્યાર્થીઓ પર હુમલો કરતા ૨ થી ૩ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. મટકી ફોડવા મામલે થયેલા જૂથ વિવાદ બાદ સમાધાન થયું હોવા છતાં બહારથી આવેલા શખ્સોએ હુમલો કરતા હોસ્ટેલની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ઘટનાથી રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ રેલી કાઢી ધરમપુર પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. આ મામલે પોલીસે કુલ ૧૬ લોકો સામે ગુનો નોંધી અત્યાર સુધીમાં ૮ આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

