VIDEO: ધોધમાર વરસાદ વલસાડમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાયું, જુઓ ડ્રોન દ્રશ્યો
સોર્સ : gstv
ધોધમાર વરસાદ અને નદીમાં આવેલા ઘોડાપુરને કારણે વલસાડમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય જામ્યું હતું. ઓરંગા નદીના કાંઠે આવેલા લગભગ બે કિલોમીટર વિસ્તાર પ્રભાવિત થયો હતો. ૧૯૬૮ના વિશાનક પુરમાં પણ પાણી નહોતું આવ્યું તેવા વિસ્તારોમાં પણ આ વખતે પાણી પહોંચી ગયું હતું. આકાશી દ્રશ્યોમાં ઓરંગા નદીથી દૂર સુધીના રસ્તાઓ અને વિસ્તારો પાણીમાં ડૂબેલા જોવા મળ્યા હતા...વલસાડ શહેરમાં જનજીવન સંપૂર્ણપણે ઠપ થઈ ગયું હતું. વાહનવ્યવહાર બંધ થતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદ અને પુરના પાણીએ સમગ્ર વિસ્તારને પ્રભાવિત કર્યો હતો.

