Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : The hundred year old bhajan tradition continues at Shri Ram Hanuman Mandir, Umargam

VIDEO: ઉમરગામના શ્રી રામ હનુમાન મંદિરમાં સો વર્ષ જૂની ભજન પરંપરા યથાવત

Timeછેલ્લું અપડેટ : 02 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વલસાડ જિલ્લાના ઉમરગામ પાલિકા વિસ્તારમાં આવેલા માછી સમાજના શ્રી રામ હનુમાન મંદિરમાં જન્માષ્ટમીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મંદિરમાં રાધાકૃષ્ણની જોડી બિરાજમાન છે અને છેલ્લા સો વર્ષથી શ્રાવણ મહિનામાં દિવસ-રાત ઊભા પહારા ભજન-કીર્તનની પરંપરા આજે પણ યથાવત છે. તબલા અને મંજીરાના તાલે પુરુષો અને મહિલાઓ ભજન-કીર્તનમાં જોડાઈ ભક્તિમય વાતાવરણ સર્જી રહ્યા છે. મંદિરના નવીનીકરણ બાદ શિવજી, હનુમાનજી, રામ-લક્ષ્મણ-જાનકી, જલારામબાપા અને માં અંબાના દર્શન થાય છે. જન્માષ્ટમીના દિવસે દહીંહાંડી ફોડ્યા બાદ કૃષ્ણજીની પાલખી નગરચર્યા કરશે અને મટકીઓ ફોડવામાં આવશે. વર્ષોથી ચાલતી આ પાલખી સાંજે દરિયામાં વિસર્જિત થાય છે. યુવા પેઢી પણ પરંપરામાં જોડાતા ધાર્મિક માહોલ આજે પણ જીવંત છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News