VIDEO: વલસાડના નારગોલ દરિયા કિનારે મંત્રી કનુ દેસાઈ અને કલેક્ટરની ઉપસ્થિતિમાં સફાઈ અભિયાન
સોર્સ : gstv
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ દરિયા કિનારે ગુજરાતના નાણાંમંત્રી કનુુભાઈ દેસાઈ અને જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાનની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર દ્વારા પર્યટન સ્થળો પર સ્વચ્છતા વધારવા માટે જનજાગૃતિના પ્રયાસો કરાઈ રહ્યા છે. વરસાદ હોવા છતાં નારગોલના દરિયા કિનારે યોજાયેલા આ સફાઈ અભિયાનમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને સામાજિક સંસ્થાઓ ઉત્સાહભેર જોડાઈ હતી. આગામી સમયમાં નારગોલ દરિયા કિનારાને પર્યટન સ્થળ તરીકે વિકસાવીને બોટિંગ સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું આયોજન વિચાર હેઠળ છે. નાણાંમંત્રીએ આ તકે લોકોને ગામ અને પર્યટન સ્થળો હંમેશાં સ્વચ્છ રાખવા માટેનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો, જેથી પ્રવાસનને પણ વેગ મળી શકે.

