Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : Rainy weather in Valsad city and rural areas

VIDEO: વલસાડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ

Timeછેલ્લું અપડેટ : 17 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વલસાડ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં હવામાનમાં પલટો આવ્યો છે. હાલમાં વલસાડના અલગ-અલગ વિસ્તારોમાં અટકી-અટકીને ધીમો તેમજ મધ્યમ વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને શહેરના મુખ્ય ગણાતા ભાગડાવાડા, તિથલ રોડ અને કોલેજ કેમ્પસ જેવા વિસ્તારોમાં સમયાંતરે વરસાદી ઝાપટાં વરસી રહ્યા છે.આ માત્ર શહેરી વિસ્તારો પૂરતું સીમિત નથી, પરંતુ વલસાડની આજુબાજુ આવેલા અન્ય ગ્રામ્ય પંથકોમાં પણ આવો જ માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ અટકી-અટકીને વરસાદ ચાલુ છે. આ અવિરત અને રોકાઈ-રોકાઈને આવતા વરસાદને કારણે વાતાવરણમાં સરસ ઠંડક પ્રસરી ગઈ છે અને સ્થાનિક લોકોને ગરમીથી મોટી રાહત મળી છે.

App Store