VIDEO: વલસાડમાં મેઘાવી માહોલ વચ્ચે ધોધમાર વરસાદ: રસ્તાઓ પાણી-પાણી, ખેડૂતોમાં હરખની હેલી
સોર્સ : gstv
વલસાડ શહેર અને સમગ્ર તાલુકા વિસ્તારમાં સવારથી છવાયેલા વાદળછાયા વાતાવરણ બાદ ધીમે-ધીમે વરસાદ તૂટી પડ્યો છે. સતત વરસી રહેલા આ વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનચાલકોની રફતાર ધીમી પડી છે અને સામાન્ય જનજીવન પર તેની અસર જોવા મળી છે. જોકે, પાક માટે અત્યંત જરૂરી એવો આ વરસાદ વરસતાં સ્થાનિક ખેડૂતોમાં ભારે આનંદ અને રાહતની લાગણી છવાઈ છે.

