Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : Political debate on alcohol prohibition intensified after the introduction of women sarpanch

VIDEO: મહિલા સરપંચની રજૂઆત બાદ દારૂબંધી મુદ્દે રાજકીય ચર્ચા તેજ બની

Timeછેલ્લું અપડેટ : 31 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ ગામમાં દારૂબંધી હળવી કરવાની માંગને લઈને ચર્ચા તેજ બની છે. નારગોલ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ દ્વારા સરકારને દારૂબંધી હળવી કરવા રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆત બાદ દારૂબંધીનો મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. જોકે સ્થાનિક ધારાસભ્યએ દારૂબંધી હળવી કરવાની માંગને સમર્થન આપ્યું નથી. પરંતુ ગુજરાતના અન્ય શહેરોની જેમ NRI લોકોને મળતી પરમિટની વ્યવસ્થાને સમર્થન આપ્યું હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ, સરકાર દારૂના વેચાણને લઈને કડક વલણ અપનાવી રહી છે. ગુજરાત નશાબંધીને વળગી રહ્યું છે અને મહિલા સરપંચની માંગને વ્યક્તિગત રજૂઆત ગણાવવામાં આવી રહી છે. ત્યારે નાનકડા નારગોલ ગામમાંથી ઉઠેલી આ માંગ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો મુદ્દો બની છે.

App Store