VIDEO: વલસાડના કપરાડામાં 16 ઈંચથી વધુ વરસાદ પડતા નદી-નાળામાં પૂરની સ્થિતિ સર્જાઈ
સોર્સ : gstv
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાતા ૧૬ ઇંચથી પણ વધુ આંકડાનો ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેના કારણે તાલુકામાંથી પસાર થતા નદી નાળાઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ નિર્માણ પામી છે અને કચોંડ તેમજ કાવચા રોડ સહિતના અનેક વિસ્તારોમાં નાના પુલ તથા કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. દમણગંગા નદીને મળતી તુલસી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી કિનારો વટાવતા તેના ધસમસતા પાણી પુલ પર ફરી વળ્યા છે. આટલી જોખમી સ્થિતિ હોવા છતાં સ્થાનિક લોકો જીવના જોખમે નદીના પ્રવાહમાંથી પસાર થતા કેમેરામાં કેદ થયા છે. જેને પગલે તંત્ર દ્વારા લોકોને નદી નાળાઓથી દૂર રહેવા અને સતર્ક રહેવાની કડક સૂચના આપવામાં આવી છે.

