VIDEO: વલસાડના ઉમરગામ તાલુકા પંચાયતની સામાન્ય સભાની બેઠક યોજાઈ
સોર્સ : gstv
વલસાડના ઉમરગામ તાલુકા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ સંતોષભાઈની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં પૂર અસરગ્રસ્તોના ચૂકવણા અને ઔદ્યોગિક એકમોની આકારણી જેવા મુદ્દે ભારે વિવાદ સર્જાયો હતો. સભામાં પૂર સહાયના નામે નુકસાન વગરના લોકોને નાણાં અપાયા હોવાનો આક્ષેપ કરાયો હતો અને તપાસ કમિટી નીમવામાં આવી હોવાનું સામે આવ્યું છે….હજી 115 લાભાર્થીઓના ચૂકવણા બાકી હોવા છતાં ખોટા લાભાર્થીઓને નાણાં અપાયા હોવાનો વિરોધ પક્ષે આક્ષેપ કર્યો હતો. જન્મ પોર્ટલ ખરીદી, સોળમા નાણાં પંચના વિકાસ કાર્યો અને ઔદ્યોગિક એકમોની વેરા આકારણી અંગે પ્રશ્નો પૂછાતા તાલુકા વિકાસ અધિકારી હાથ ઊંચા કરી દેતા માહોલ ગરમાયો હતો. વિરોધ પક્ષના લેટર પેડના ઉપયોગ સામે પણ વાંધો ઉઠાવાયો હતો.

