VIDEO: ખાતર-દવા વગર લાખોની કમાણી! વલસાડના નારગોલ ગામે બાપ-દાદાના જમાનાનું ફણસનું ઝાડ બન્યું ખેડૂતનો 'કમાઉ દીકરો'!
સોર્સ : gstv
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ ગામમાં ફણસના ઝાડે ખેડૂતો માટે આવકનું અનોખું સાધન ઉભું કર્યું છે. જયપ્રકાશભાઈના ખેતરમાં બાપ-દાદાએ વર્ષો પહેલા રોપેલા ફણસના ઝાડ આજે લાખોની આવક આપી રહ્યા છે. આ વર્ષે એક ફણસનું વજન 30થી 32 કિલો સુધી છે અને બજારમાં તેની કિંમત રૂ. 1000થી 1200 સુધી મળી રહી છે. ખાસ વાત એ છે કે આ ફળ કોઈ ખાસ ખાતર, દવા કે પાણી વિના ચોમાસામાં તૈયાર થાય છે. ફણસનો ઉપયોગ શાક, અથાણા અને વેફર બનાવવા ઉપરાંત પાક્યા બાદ મીઠા ફળ તરીકે પણ થાય છે.

