ઉમરગામમાં તંગદિલી ભર્યુ વાતાવરણ, ત્રણ વર્ષની બાળકીને અડપલા કરનારા આરોપીને ફાંસી આપવાના બેનરો સાથે લોકો રસ્તા પર ઉતર્યા

વલસાડ જિલ્લાના ઉમરગામમાં દેવધામ વિસ્તારમાં રહેતા પરિવારની ત્રણ વર્ષની બાળકી સાથે યુવકે શારીરિક અડપલાં કર્યા હતા. આ યુવાન બાળકીના પિતા સાથે કામ કરતો હતો, યુવાને બાલકીને એકલી જોઈને કૃત્ય કર્યું હતું.
બાળકીએ રડતાં રડતા સમગ્ર ઘટનાની જાણ પરિવારને કરી
જોકે બાળકીએ રડતાં રડતા સમગ્ર ઘટનાની જાણ પરિવારને કરી હતી. પરિવારે તુંરત જ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. યુવક હાલ પોલીસ કસ્ટડીમાં છે. ઉમરગામ પાલિકા વિસ્તારમાં ઘટના બાદ લોકોમાં રોષનો માહોલ છવાયો હતો. રોષે ભરાયેલા લોકોએ રેલી કાઢી હતી, રેલીમાં આરોપીને ફાંસી આપવાના બેનરો સાથે લોકો રસ્તા પર ઉતર્યા હતા.
પોલીસ અને લોકો વચ્ચે સંઘર્ષ પણ જોવા મળ્યો
ત્રણ વર્ષીય બાળકી પર વિધર્મી યુવક દ્વારા કરવામાં આવેલા અડપલા બાદ વાતાવરણ તંગભર્યું રહ્યું હતું. પોલીસ અને લોકો વચ્ચે સંઘર્ષ પણ જોવા મળ્યો હતો.

