VIDEO: વાપીમાં 3.40 કરોડના કૌભાંડનો ખુલાસો
સોર્સ : gstv
વાપીમાં રોકાણકારોને ટૂંકા સમયમાં માલામાલ કરવાની લાલચ આપીને કરોડો રૂપિયા પડાવી લેવાનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે.. પોલીસે 'બોટબ્રો' કંપનીના નામે 3 પોઈન્ટ 40 કરોડથી વધુના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ઠગ ટોળકીના બે મુખ્ય સાગરીતોની ધરપકડ કરી છે..જેમાં એક મહિલા પણ સામેલ છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરી તેમના 2 દિવસના રિમાન્ડ મેળવાયા છે. જ્યારે આ આખા નેટવર્કનો માસ્ટરમાઇન્ડ લવિશ ચૌધરી સહિત અન્ય ચાર શખ્સો હજુ ફરાર છે. આરોપીઓ અલગ-અલગ વેબસાઈટો પર રોકાણકારોના લોગઇન આઈડી બનાવી આપતા હતા. આ એક સુનિયોજિત ચેઈન સિસ્ટમ હતી અને આ નેટવર્કનો વ્યાપ વધારવા માટે આરોપીઓએ વાપી, મુંબઈ, લોનાવાલા અને છેક દુબઈ જેવા પ્રવાસન સ્થળોએ વૈભવી સેમિનારો યોજ્યા હતા. જે રોકાણકાર મોટું ફંડ લાવે તેને લક્ઝરી કાર આપવાની લાલચ અપાતી

