Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Youth dies of electrocution in Rampura village of Vadodara

VIDEO : વડોદરાના રામપુરા ગામમાં કરંટ લાગતા યુવાનનું મોત

Timeછેલ્લું અપડેટ : 30 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરા નજીક અનગઢના રામપુરા ગામમાં કરંટ લાગતા એક યુવાનનું મોત નિપજ્યુ છે. કમલેશ ગોહિલ નામના યુવાન નોકરી પરથી ઘરે પરત ફર્યા બાદ ઇલેક્ટ્રિક મોટર વડે પાણી છાંટી રહ્યા હતા. આ દરમિયાન અચાનક તેમને જોરદાર વીજ કરંટ લાગતા તેઓ જમીન પર ફસડાઈ પડ્યા હતા. ગંભીર હાલતમાં તેમને તાત્કાલિક ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. કમાઉ દીકરાના અકાળે નિધનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

App Store