Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Voting has started with enthusiasm for the by-election in Manjalpur seat of Vadodara

VIDEO: વડોદરાના માંજલપુર બેઠક પર પેટાચૂંટણી માટે ઉત્સાહભેર મતદાન શરૂ

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. પૂર્વ ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ આ બેઠક ખાલી પડતાં ચૂંટણી યોજાઈ રહી છે. મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મતદાન મથકો પર સવારે જ મતદારોની કતારો લાગી હતી. બેઠક પર અંદાજે 2 લાખ 19 હજાર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન માટે કુલ ૨૬૦ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. ચૂંટણી શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે સંપન્ન થાય તે માટે ૧,૪૦૦થી વધુ પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે, જેમાં ભાજપ પોતાના ગઢને જાળવી રાખવા માટે મેદાનમાં છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News