VIDEO: વડોદરાના સાવલીમાં વિદ્યાર્થીઓ દ્વારા એસટી બસો માટે ઉગ્ર ચક્કાજામ પ્રદર્શન
સોર્સ : gstv
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સાંકરદા ગામ પાસે વડોદરા-વાસદ-આણંદ રૂટ પર એસટી બસોની અનિયમિતતા અને અછતના કારણે વિદ્યાર્થીઓએ ત્રણ દિવસમાં બીજી વખત ચક્કાજામ કર્યો હતો. સમયસર અને પૂરતી બસો ન મળવાથી શાળા-કોલેજે જતા વિદ્યાર્થીઓ અને નોકરીયાતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ રસ્તા પર બેસીને એસટી બસો રોકી વિરોધ નોંધાવ્યો હતો, જેના કારણે થોડા સમય માટે વાહનવ્યવહાર સંપૂર્ણપણે પ્રભાવિત થયો હતો. ઘટનાની જાણ થતાં જ ભાદરવા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સ્થિતિને કાબૂમાં લીધી હતી. અગાઉ સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારે પણ એસટી નિગમને પત્ર લખીને આ ગંભીર સમસ્યા અંગે રજૂઆત કરી હતી.

